Connect Gujarat
ગુજરાત

સુરત : ઉત્તરાયણ પહેલાં જામ્યો પતંગબાજીનો રંગ, આકાશ છવાયું અવનવા પતંગોથી

સુરત :  ઉત્તરાયણ પહેલાં જામ્યો પતંગબાજીનો રંગ, આકાશ છવાયું અવનવા પતંગોથી
X

સુરતના

અડાજણ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટની બાજુના પ્લોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ

મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના 40 અને વિદેશના 50 પતંગબાજોએ ભાગ લીધો હતો.

પ્રતિ

વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા, ગુજરાત પ્રવાસન વિભાગ અને કલેક્ટર

કચેરીના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું હતું. અડાજણ

રિવરફ્રન્ટ બાજુના પ્લોટમાં મેયર જગદીશ પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ કરાયો

હતો. પતંગોત્સવમાં ભારતના ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરલ, બંગાળ, બિહાર, લક્ષદ્વીપ, સિક્કિમ સહિતના 40 જેટલા જ્યારે ફ્રાન્સ, યુ.કે., યુક્રેન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, રશિયા, સિંગાપોર, સ્વોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટુશિનિયા, તુર્કી, થાઈલેન્ડ, વિયેતનામના 50 જેટલા ઈન્ટરનેશનલ પતંગબાજોએ ભાગ લીધો

હતો. તેમણે અવનવા પતંગો ઉડાડી તેમની કલાનું નિર્દશન કર્યું હતું.

પતંગોત્સવમાં

પતંગોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં 100 વર્ષ કરતા પણ જુના પતંગો જોવો મળ્યા

હતાં. લખનૌમાં રહેતાં શ્રીવાસ્તવ પરિવાર ના સભ્યએ 100 કરતા પણ જુના પતંગો પ્રદર્શનમાં મુક્યા

હતાં. માલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે જ્યાં

કાગળોથી પતંગ બનાવવામાં આવે છે આ પતંગો માત્ર ઉડાવીજ ન શકાય તેના પેચ પણ લડાવી પણ શકાય છે.

અવધના નવાબ વાજીદઅલી શાહના ના સમયમાં પતંગ ઉડાવવાની કલા એક ખેલ ના સ્વરૂપમાં જોવા

મળતી હતી. શ્રીવાસ્તવ પરિવાર પાસે 1899ના સમયના પતંગ જોવા મળ્યા હતાં. આ ઉપરાંત

આઝાદીના સમયમાં અંગ્રેજોનો વિરોધમાં વપરાતા પતંગ પણ તેઓના સંગ્રહમાં સામેલ છે.

Next Story