Connect Gujarat
Featured

સુરત : યુવાન માદક દ્રવ્યોનો નશો કરાવતો હોવાનો અન્ય યુવાનોના પરિવારને હતો વહેમ, જુઓ પછી શું થયું..!

સુરત : યુવાન માદક દ્રવ્યોનો નશો કરાવતો હોવાનો અન્ય યુવાનોના પરિવારને હતો વહેમ, જુઓ પછી શું થયું..!
X

સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં યુવાનની હત્યાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી, ત્યારે સમગ્ર મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના માન દરવાજા વિસ્તાર નજીક મેહુલ રોહેલા નામનો યુવાન અન્ય યુવાનોને માદક દ્રવ્યોનો નશો કરાવતો હોવાનો પરિવારજનોને વહેમ હતો. જેના કારણે રીસ રાખી નસીમબાનુ નામની મહિલાએ 10થી વધુ લોકો સાથે મળી મેહુલ રોહેલા ઉપર હુમલો કર્યો હતો. જેમાં મેહુલને લાકડાનો ફટકો વાગી જતાં તેનું મોત નીપજ્યું હતું, ત્યારે સર્જાયેલ ઘટનામાં તેની હત્યા થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. બનાવની જાણ થતાં જ દોડી આવેલી મેહુલની માતાના હૈયાફાટ રુદનથી કરુણાના દ્રશ્યો સર્જાયા હતા. હાલ આ મામલે પોલીસે અરબાઝ, રાઝીક, સદ્દામ અને નસીમબાનુ નામની મહિલાની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે.

Next Story