Connect Gujarat
ગુજરાત

સુરત: આગ લાગવાનો સિલસિલો યથાવત, હવે ડાઇંગ મિલ ભડકે બળી

સુરત: આગ લાગવાનો સિલસિલો યથાવત, હવે ડાઇંગ મિલ ભડકે બળી
X

સુરતની પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ વસંત ડાઇંગ મિલમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.

સુરત જાણે કે આગનું

શહેર બન્યું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આગની ક્રમશઃ ઘટનાઓ સામે આવી રહી

છે. એક સપ્તાહ પેહલા જ રઘુવીર માર્કેટને આગે ચપેટમાં લઈ લીધું હતું. જેનાથી

કરોડોનું નુકશાન થયું હતું. ત્યાં હવે વધુ એક આગની ઘટના

બની છે પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ વસંત ડાઇંગ મિલમાં આજે વહેલી સવારે પ્રિન્ટિંગ મશીનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

પ્રિંટિંગ મશીનમાં આગ લાગવાની ઘટના

બનતા કામ કરી રહેલ કર્મચારીઓમાં ભારે દોડધામ મચી હતી. બીજી બાજુ ઘટનાની જાણ થતા

તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો.

જયારે આગની ચપેટમાં ચાર પ્રિન્ટિંગ મશીન બળીને ખાખ થઇ ગયા હતા. તો બીજી બાજુ

શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની

ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી.

Next Story