સુરત : “સુરતી માંજા”ની ચમક ઘટી, મંદીના માહોલ વચ્ચે પતંગ-દોરાના ગ્રાહકોની રાહ જોતાં વેપારીઓ

0
120

સુરત શહરેમાં પતંગનો ઉત્સવ એટલે કે, ઉત્તરાયણના તહેવારને ભારે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે પણ સુરતના પતંગ-દોરાના વેપારીઓએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ ગયા વર્ષની સરખામણીએ ઘરાકી ઓછી જોવા મળતા વેપારીઓની પરેશાની વધી છે.

સુરતના ભાગળ વિસ્તારને અડીને આવેલો ડબગરવાડ. કે જ્યાં વર્ષોથી અહી રહેતા પરિવારો પતંગ અને સુરતી માંજાનો વ્યવસાય કરે છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણનો પર્વ આવે એટલે ડબગરવાડમાં ગ્રાહકોનો શંભુમેળો ઉમટી પડે છે. માત્ર સુરત જ નહી પણ સમગ્ર ગુજરાતમાંથી લોકો સુરતી માંજાની ખરીદી માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણને માત્ર 4 દિવસનો સમય બાકી છે, છતાં ઘરાકી માટે વેપારીઓને રાહ જોઇને બેસવાનો વારો આવ્યો છે. એકલ દોકલ ઘરાકો બજારમાં ફરતા જોવા મળી રહ્યા છે. જોકે રવિવારની રજાના દીવસે સારી ઘરાકીની અપેક્ષા વેપારીઓએ રાખી છે.

પતંગ અને દોરાના બજારમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના વેપારીઓ પોતાનો સંગ્રહ કરેલા પતંગ-દોરાના જથ્થાને શું કરવુ તેની પોરજણમાં પડ્યા છે. વેપારીઓ ઓછા નફા સાથે પણ પતંગ-દોરા વેચી રહ્યા છે. ડબગરવાડમાં રહેતા આ પરિવારો વર્ષમાં એક વાર પતંગનો ધંધો કરીને આખુ વર્ષ ચાલી શકે એટલી કમાણી કરી લેતા હોય છે. પરંતુ આ વર્ષે વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે, ત્યારે આગામી દીવસોમાં સારા વેપારની આશાએ વેપારીઓ બેઠા છે.

મકરસંક્રાતિનો તહેવાર સામાન્ય રીતે આખા ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે. સુરતીમાંજો જગવિખ્યાત છે, ત્યારે મંદીના માહોલમાં માંજાની ચમક ઓછી થતી જોવા મળી રહી છે. પરંતુ છેલ્લી ઘડીએ ખરીદી કરવા ટેવાયેલા સુરતીલાલઓ ઉત્તરાયણના આગળના દિવસે ખરીદી કરશે એવી અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here