Connect Gujarat
ગુજરાત

સુરત : સામાન્ય પરિવારના દીકરાએ JEE MAIN પરીક્ષામાં 99.6% પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું

સુરત : સામાન્ય પરિવારના દીકરાએ JEE MAIN પરીક્ષામાં 99.6% પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું
X

તાજેતરમાં JEE MAIN જાન્યુઆરી, 2020નું પરીણામ જાહેર

થયું છે. જેમાં કામરેજ તાલુકાના વાવ ખાતે આવેલી શહેરની વસિષ્ઠ વિદ્યાલયે ખૂબ જ

જ્વલંત પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળાના તેજસ્વી વિદ્યાર્થી પંચાલ હાર્દિક ધનસુખભાઈએ સમગ્ર જિલ્લા ગ્રામીણ વિસ્તારોમાં 99.6% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને પરિવાર, શાળાનું તેમજ ઉશ્કેર ગામનું ગૌરવ વધાર્યું છે.

સુરતના માંડવી તાલુકાના ઉશ્કેર ગામના વતની અને

માધ્યમિક શાળામાં કોમ્પ્યુટર શિક્ષકની ફરજ બજાવતા પિતાનો દીકરો આયોજન બદ્ધ મહેનત

શાળાના શિક્ષકોનું માર્ગદર્શન તેમજ આચાર્યની ઝીણવટભરી અવલોકન શક્તિને પરિણામે

ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. 'જહાં ચાહ વહા રાહ'ના સિદ્ધાંતોને અનુસરીને વરિષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીએ સિધ્ધી હાંસલ કરી છે. ધોરણ 10માં પણ પંચાલ

હાર્દિક 99.61% પ્રાપ્ત કર્યા હતા.

સામાન્ય પરિવારમાંથી આવતા કમ્પ્યુટર શિક્ષકનો દીકરો

પણ પોતાની અદમ્ય ઇચ્છા શક્તિથી જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે

તેનું આ ઉમદા દ્રષ્ટાંત છે. ઉપરાંત શાળામાં 90%થી

વધુ ગુણ પ્રાપ્ત કરનારા 12 વિદ્યાર્થીઓ અને 95%થી

વધુ ગુણ પ્રાપ્ત કરનારા 4 વિદ્યાર્થીઓ છે.

સુંદર પરિણામ પ્રાપ્ત કરતા શાળાના સ્ટાફ દ્વારા વસિષ્ઠ વિદ્યાલયના તેજસ્વી તારલાઓને અભિનંદન

પાઠવાયા હતા.

Next Story