સુરત : તમને પણ નવાઈ લાગશે, સોનું-ચાંદી નહીં પણ કાજુ-બદામની ચોરી કરી તસ્કરો થયા ફરાર

0

ઘરફોડ ચોરી કરતાં તસ્કરો હવે જાણે પોલીસની આબરૂ લીલામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતની અમરોલીની સહકારી મંડળીમાં 5 તસ્કરો પ્રવેશ્યા હતા, જ્યારે તસ્કરોને કઈ હાથ ન લાગતા તેઓએ કાજુ, બદામ સહિત સૂકો મેવો અને મોંઘા પરફ્યુમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આપ જે સીસીટીવીના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે દ્રશ્યો છે સુરતના અમરોલી વિસ્તારના. અમરોલીમાં આવેલી ધી અમરોલી સહકારી મંડળીના સ્ટોરમાં મધરાત બાદ તસ્કરો પ્રવેશ્યા હતા. સ્ટોરનું શટર તોડીને 5 તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. સ્ટોરમાં તસ્કરો ડ્રોઅરના ખાનામાંથી પૈસા શોધી રહ્યા હતા, પરંતુ ખાનામાં માત્ર 1100 રૂપિયા હતા. છેવટે આ તસ્કરો મંડળીના સ્ટોરમાં મુકેલ સામાનની ચોરી કરી ગયા હતા. મંડળીમાંથી જેવી તેવી નહીં પરંતુ મોંઘી વસ્તુઓ જ તસ્કરો ચોરી ગયા હતા. કાજુ, બદામ સહિત સૂકો મેવો અને મોંઘા પરફ્યુમની ચોરી કરી 5 તસ્કરો ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મંડળીના સંચાલકોએ સ્ટોરમાંથી કુલ 50 હજારના સામાનની ચોરી થતાં અમરોલી પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here