Connect Gujarat
ગુજરાત

સુરતના નાના વરાછામાં ચોકીદાર બન્યો ચોર થયો ૭ લાખથી વધુની રોકડ સહિત દાગીના લઈ ફરાર

સુરતના નાના વરાછામાં ચોકીદાર બન્યો ચોર થયો ૭ લાખથી વધુની રોકડ સહિત દાગીના લઈ ફરાર
X

લાખોની ચોરી કરતી ટોળકી થઇCCTVમાં કેદ

સુરતના નાના વરાછામાં વોચમેનએ ચોરી કરી છે. નવા આવેલા વોચમેને ૪ ફ્લેટમાં હાથ સાફ કર્યો છે. શ્યામધામ એપાર્ટમેન્ટમાં ૪ ફ્લેટમાં લાખોની ચોરી કરી છે. વોચમેન ૭ લાખથી વધુની રોકડ સહિત દાગીના લઈ ફરાર થયો છે. દિવાળી વેકેશન માણવા ગયેલા બંધ મકાનોમાં ચોરી કરવામાં આવી છે. તેમજ નોકર સહિત 4 લોકો CCTVમાં કેદ થયા છે.

સુરતના સરથાણા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. નાના વરાછા વિસ્તારમાં આવેલા શ્યામધામ એપાર્ટમેન્ટના ૪ ફ્લેટમાં લાખોની ચોરી કરવામાં આવી છે.દિવાળી વેકેશન મણવા ગયેલા બંધ મકાનમાં ચોકીદાર ટોળકીએ હાથ સાફ કર્યો છે. નવા આવેલા વોચમેને ૪ ફ્લેટમાં પોતાના સાથીદારો સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ૭ લાખથી વધુની રોકડ સહિત દાગીના લઈ આ ચોર ટોળકી ફરાર થઇ છે. નોકર સહિત ૪ લોકો સીસીટીવીમાં ચોરી કરતા કેદ થયા છે. આ મામલે સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story