Connect Gujarat
Featured

સુરત : મહિલા કલાકારે બનાવી થ્રી ડાયમેન્શનલ વેજીટેબલ રંગોળી, આપ પણ જાણી લો રંગોળી બનાવવાની રીત

સુરત : મહિલા કલાકારે બનાવી થ્રી ડાયમેન્શનલ વેજીટેબલ રંગોળી, આપ પણ જાણી લો રંગોળી બનાવવાની રીત
X

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો દીવાળીને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. સુરતના જાણીતા રંગોળી કલાકાર હેમંતી જરદોશે શાકભાજીમાંથી વાઘની થ્રી ડાયમેન્શનલ રંગોળીની રીત જણાવી છે. તો કેવી છે રંગોળી બનાવવાની રીત, જુઓ અમારો વિશેષ અહેવાલ…

દિવાળીના પર્વમાં વાઘ બારસનુ પણ અનેરું મહત્વ છે. હવે વાઘ બારસ નિમિત્તે કંઈક નવું કરવાની તાલાવેલી સૌને છે. તો તેઓ માટે આ વર્ષે સુરતના ખૂબ જ જાણીતા રંગોળી કલાકાર હેમંતી જરદોશે શાકભાજીમાંથી વાઘની થ્રી ડાયમેન્શનલ રંગોળી બનાવી છે. માત્ર ગાજર, મૂળા અને લવિંગના ઉપયોગથી વાઘની સુંદર કૃતિ બનાવી છે. પ્લેટના ઉપયોગના કારણે તેની થ્રી ડાયમેન્શનલ અસર પણ જોવા મળે છે, જેથી તે વધારે પ્રભાવશાળી દેખાઈ છે.

સૌ પ્રથમ એક પ્લેટને ઉંધી મૂકો, ત્યારબાદ તેના પર વાઘના આંખ, નાક અને મોઢાને પેન્સિલ વડે દોરો. ગાજર, મૂળાની એકથી દોઢ ઈંચની પાતળી સળી બનાવો. લવિંગને માથા ઉપરથી કાપી નાની નાની સળી તૈયાર કરો. તમે જે ચિત્ર દોર્યું છે તેના ઉપર તમે ગાજર અને મૂળાનો ભૂકો પણ શરૂઆતમાં પાથરી શકો છો. ત્યારબાદ ગાજર, મૂળા અને લવિંગની સળી સાચવીને ગોઠવો. જેનાથી રંગોળી વધુ આકર્ષિત બની શકશે. આ વેજીટેબલ રંગોળી બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે, આ શાકભાજી છે જે જલ્દીથી સુકાઈ જાય છે. તેથી કાપીને તરત જ રંગોળી તૈયાર કરી દેવી. જેને બહાર લાંબો સમય રાખી શકાશે નહી. તેના ઉપર પ્લાસ્ટિકનું કવર ઢાંકી ફ્રીઝમાં એક દિવસ તમે સાચવી શકશો. આ રીતે સુંદર રંગોળી બનાવી તમે પણ પોતાના ઘરની શોભા વધારી શકો છો.

Next Story