Connect Gujarat
Featured

સુરત : ટીકટોક ગર્લ કિર્તી પટેલની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો..!

સુરત : ટીકટોક ગર્લ કિર્તી પટેલની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો..!
X

સુરતની ટીકટોક ગર્લ કિર્તી પટેલની પોલીસે ધરપકડ કરી છે. વારંવાર વિવાદોમાં રહેતી કિર્તી પટેલે થોડા સમય અગાઉ જ ટિકટોક વિડિયો બનાવવાના મુદ્દે એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ તો સમગ્ર મામલે પુણા પોલીસ દ્વારા કિર્તી પટેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ઘુવડ પક્ષી શિડ્યુલ-1ના પ્રાણીઓની કેટેગરીમાં આવે છે, ત્યારે થોડા દિવસ અગાઉ ઘુવડ સાથે વિડિયો બનાવી વાઇરલ કર્યા બાદ વન વિભાગે ટિકટોક સ્ટાર કિર્તી પટેલને રૂપિયા 15 હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાં વિડિયો ઉતારનાર વ્યક્તિને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો, ત્યારે હવે ફરી એક વાર ટીકટોક ગર્લ કિર્તી પટેલ વિવાદમાં સપડાઇ છે.

મળતી માહિતી અનુસાર, સુરતની ટીકટોક ગર્લ કિર્તી પટેલની રઘુ ભરવાડ નામના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કિર્તી પટેલે હનુ ભરવાડ નામના શખ્સ સાથે મળી હુમલો કર્યો હોવાની વાત પ્રકાશમાં આવી છે. કિર્તી પટેલના ટીકટોક વિડિયોમાંથી એક વિવાદીત વિડિયો અંગે રઘુ ભરવાડે રજૂઆત કરી હતી, ત્યારે કિર્તી પટેલને ટિકટોક વિડિયો બનાવવા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. તે દરમ્યાન કિર્તી પટેલે ઉશ્કેરાઈ જઈ તે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પુણા પોલીસ દ્વારા 307ની કલમ હેઠળ કિર્તી પટેલની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story