Connect Gujarat
Featured

સુરત : પાસના કન્વીનરે મંજૂરી વિના યોજી હતી તિરંગા યાત્રા, જુઓ પોલીસે શું કર્યું..!

સુરત : પાસના કન્વીનરે મંજૂરી વિના યોજી હતી તિરંગા યાત્રા, જુઓ પોલીસે શું કર્યું..!
X

સુરત શહેર ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિતે પાટીદાર અનામત આંદોલન સિમિતિ દ્વારા ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ યાત્રાને મંજૂરી વિના કાઢવામાં આવતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

સુરત શહેરના વરાછાના વિવિધ વિસ્તારોમાંથી પાટીદાર અનામત આંદોલન સિમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી હાથી, ત્યારે અગાઉથી રેલીની જાહેરાત થઈ હોવાથી પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે રેલીને મંજૂરી ન મળી હોવાથી પોલીસ તંત્ર દ્વારા અલ્પેશ કથિરીયા સહિત 100 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

સુરતના વિવિધ વિસ્તારો જેવા કે, સરથાણા, સીમાડા નાકા, નાના વરાછા, કાપોદ્રા, હીરાબાગ, મીની બજાર, યોગીચોકથી પાટીદાર અનામત આંદોલન સિમિતિ દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. તે દરમયાન પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહીતના આંદોલનકારીઓ, અનેક સામાજિક અને રાજકીય સંગઠનોના 100થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી શહેરના અલગ અલગ પોલીસે મથકે લઇ જવામાં આવ્યા હતા.

Next Story