Connect Gujarat
ગુજરાત

સુરત : જો તમારા પાસે નંબર પ્લેટ વગરની નવી કાર છે, તો ટોલબૂથ પસાર કરતાં પહેલા ચેતજો

સુરત : જો તમારા પાસે નંબર પ્લેટ વગરની નવી કાર છે, તો ટોલબૂથ પસાર કરતાં પહેલા ચેતજો
X

સુરતના કામરેજ નજીક આવેલ ચોર્યાસી ટોલનાકા પર ટોલ ઉઘરાવવા બાબતે વાહન ચાલક અને ટોલબૂથના અધિકારી વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના બની હતી. જે સમગ્ર ઘટના ટોલબૂથમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

સુરતના કામરેજ પાસે આવેલ ચોર્યાસી ટોલનાકા પર ટોલ ઉઘરાવવા બાબતે વાહન ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે વિવાદ થયો હતો. જેમાં ચોર્યાસી ટોલનાકા પર ગત રોજ નંબર પ્લેટ વગરની નવી કાર આવતા ટોલબૂથના કર્મચારીએ તેને અટકાવી હતી. જોકે કારના ચાલકે ગાડી અહિયાની લોકલ જ છે, તેવું જણાવતા ટોલબૂથના અધિકારીએ રહેણાંકના સ્થાનિક ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ત્યાર બાદ કાર ચાલક અને ટોલબૂથના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલી એટલી હદે વટી ગઇ હતી કે કાર ચાલક સહિત કારમાં સવાર અન્યોએ ટોલબૂથમાં પ્રવેશીને ટોલબૂથના કર્મચારી સાથે છુટ્ટા હાથની મારામારી કરી હતી. જ્યારે ટોલબૂથના અધિકારીએ કામરેજ પોલીસ મથકમાં 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે સમગ્ર ઘટના ટોલબૂથમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

Next Story