Connect Gujarat
ગુજરાત

સુરત : ટ્રેડ યુનિયનોના કર્મચારીઓએ યોજી હડતાળ, સરકારની ખાનગીકરણનીતિ સામે વિરોધ

સુરત : ટ્રેડ યુનિયનોના કર્મચારીઓએ યોજી હડતાળ, સરકારની ખાનગીકરણનીતિ સામે વિરોધ
X

ભારત બંધના એલાનમાં જુદા જુદા ટ્રેડ યુનિયનોના કર્મચારીઓએ હડતાળ યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારે સુરતમાં વિવેકાનંદની પ્રતિમા નજીક ટ્રેડ યુનિયનો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો. જેમાં બેંક, એલઆઇસી, પોસ્ટ, ઇન્કમટેક્સના કર્મચારીઓ જોડાયા હતા.

રાષ્ટ્રીય બેંકોનું વિલિનીકરણ કરવા સહિત વિવિધ સરકારી સંગઠનોનું ખાનગીકરણ કરવા સરકારના પ્રયત્નોના ભાગરૂપે કુલ 52 જેટલા સંગઠનો દ્વારા હડતાળનું દેશવ્યાપી આહ્વાન કરાયું છે. જેને પગલે બેંકો સહિત એલઆઇસી, પોસ્ટ, ઇન્કમટેક્સના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હતા. હડતાળને લીધે સુરતની 10 રાષ્ટ્રીયકૃત બેંકોની 350 શાખાઓમાં કામકાજ પર અસર પહોંચી હતી. જેમાં મજુર કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને બેંકિંગ સહિતના વિવિધ સેક્ટર દ્વારા હડતાળ કરવામાં આવી હતી. દેશભરમાંથી 25 કરોડ કર્મચારીઓ આ હડતાળનો ભાગ બની પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Next Story