Connect Gujarat
ગુજરાત

સુરત: પતંગ પકડવાની લ્હાયમાં ૧૧ વર્ષીય બાળકે ગુમાવ્યા બંન્નેવ પગ

સુરત: પતંગ પકડવાની લ્હાયમાં ૧૧ વર્ષીય બાળકે ગુમાવ્યા બંન્નેવ પગ
X

હાલ ઉત્તરાયણના તહેવારને ગણત્રીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ પતંગ પકડવાની લ્હાયમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે.જેમાં ઘણા કિસ્સાઓમાં તો લોકો મોતને પણ ભેટે છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી રહી છે. જેમાં એક ૧૧ વર્ષના બાળકને પતંગ પકડવાની લ્હાયે રેલવે નીચે આવી જતા બાળકના બંન્નેવ પગ કપાઈ ગયા હતા. આ ઘટના બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની મળતી જાણકારી

મુજબ, સુરતના લિંબાયત

વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા ઈમામ ઈસ્લામ શેખ (ઉ.વ.આ.૧૧) છઠ્ઠા ધોરણમાં

અભ્યાસ કરે છે. ઈમામ બહેનના ઘરે સામાન મુકી મિત્રો સાથે કપાયેલા પતંગ પકડવા માટે

ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ઈમામ તેના ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે

લાઈન પર પતંગ પકડવાની લ્હાયમાં આમ તેમ દોડતો હતો. દરમિયાન ઈમામ ગુડ્ઝ ટ્રેનની

અફડેફેટે આવી જતા તેનાં બંન્નેવ પગ કપાઈ ગયાં હતાં.ઘાયલ ઈમામને તાત્કાલિક 108

એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ એક પગનું

જોઈન્ટ ઓપરેશન કરવા તૈયારી દર્શાવી હતી.

Next Story