Connect Gujarat
Featured

સુરત : જમીનના વિવાદમાં સાઢુભાઇએ સાઢુભાઇની કરી કરપીણ હત્યા

સુરત : જમીનના વિવાદમાં સાઢુભાઇએ સાઢુભાઇની કરી કરપીણ હત્યા
X

સુરતના ઉધના વિસ્તારમાં વતન ઓરિસ્સામાં રહેલી જમીનના વિવાદમાં સાઢુભાઇએ સાઢુભાઇનું ગળું કાપી હત્યા કરી નાખી છે ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

સુરત શહેરના ઉધનાના વિજયનગર 1માં વતન ઓડિશાની જમીનના વિવાદમાં સાઢુભાઇએ સાઢુભાઇની ગળું કાપી હત્યા કર્યા બાદ લાશને કોથળામાં બાંધી રૂમને બહારથી બંધ કરી ભાગી ગયો હતો. જો કે પોલીસે હત્યારા સાઢુભાઇ વતન ભાગી જાય તે પહેલા તેની અટકાયત કરી છે. મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં લિંબાયત વિસ્તારમાં રહેતા મિત્તુ બટુક પ્રધાન (ઉ.વ. 30) ને છેલ્લા કેટલાક સમયથી વતનની જમીનના મુદ્દે ઉધનાના વિજયાનગરમાં રહેતા કંદરપા પ્રધાન સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

ગત રોજ બંને સાઢુભાઇ જમીનના વિવાદ મુદ્દે વાતચીત કરવા માટે ભેગા થવાનું નક્કી કર્યુ હતું. નક્કી થયા મુજબ મિત્તુ કંદરપાના ઘરે મળવા ગયો હતો પરંતુ બંને વચ્ચે વાતચીત અંતર્ગત ઝઘડો થતા કંદરપાએ લેસપટ્ટી કાપવાના મોટા ચપ્પુ વડે મિુત્તુનું ગળું કાપી રહેંસી નાંખ્યો હતો. મિત્તુની હત્યા કર્યા બાદ કંદરપા રૂમને બહારથી બંધ કરી ચાલ્યો ગયો હતો પરંતુ દુર્ગધ આવતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ઉધના પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતા મિત્તુની હત્યા કર્યા બાદ કોથળામાં પેક કરેલી લાશ મળી આવી હતી. પોલીસે કંદરપાની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વતન ઓડિશામાં મિત્તુ અને કંદરપાની જમીન આજુબાજુમાં આવેલી છે. મિત્તુ લિંબાયત વિસ્તારના લેસપટ્ટીના કારખાનામાં નોકરી કરતો હતો. હાલ ઉધના પોલીસે હત્યા સાઢુંની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Next Story