Connect Gujarat
Featured

સુરત : યુવાને વિકૃત આનંદ માણવા ચમચો નાંખ્યો ગુદામાર્ગમાં, જુઓ કેવા થયાં તેના હાલ

સુરત : યુવાને વિકૃત આનંદ માણવા ચમચો નાંખ્યો ગુદામાર્ગમાં, જુઓ કેવા થયાં તેના હાલ
X

સુરતના ઉધના-મગદલ્લા રોડ પર કાપડ યુનિટમાં યુવાને વિકૃત આનંદ માણવા જાતે 25 થી 30 સેમી જેટલો ચમચો પોતાના ગુદામાર્ગમાં નાખી દેતા હાલત કફોડી બની હતી. ચમચો કાઢવા નવી સિવિલમાં સર્જરી કરવી પડી હતી.

આજના મોબાઇલના યુગમાં એવા પણ અમુક લોકો હોય છે કે અશ્લીલ ફિલ્મ જોઈને પોતાની માનસિક વિકૃતિતા સંતોષવા માટે અવનવા હથકંડા અજમાવતા હોય છે. સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર સોશિયો સર્કલ પાસે કાપડ યુનિટ માં રહેતા અને ત્યાં જ કામ કરતા ૨૯ વર્ષીય યુવક ગુરુવારે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર એકલો સુતો હતો અને સાથી મિત્રો ઉપરના માળે સૂઇ ગયા હતા. એકાએક તેને વિકૃત આનંદ માણવાનો જોખમી વિચાર આવ્યો હતો. તેણે કેમિકલ કાઢવાના ચમચા પર તેલ લગાડીને તેણે ગુદામાર્ગમાં નાંખ્યો હતો. જોકે, અતિરેકમાં ચમચો વધુ અંદર સુધી જતો રહ્યો હતો અને બહાર નહી નીકળતા દુઃખાવો પણ થવા લાગ્યો હતો. કોઇને કહી શકાય તેમ ન હોવાથી આખી રાત તે કણસતી હાલતમાં સૂઇ રહ્યો હતો.

ગતરોજ સવારે તેના મિત્રો જાગ્યા ત્યારે તેની હાલત જોઇને નવા પામ્યા હતા અને તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. એક્સરે કાઢયા બાદ તેને વોર્ડમાં રીફર કરાયો હતો. અને સર્જરી વિભાગના ડો.સંદિપ કંછલના માર્ગદર્શન હેઠળ ટીમે ચમચો કાઢવા સર્જરી શરૃ કરી હતી. પેટના ભારે ચીરો મુકીને ઉપર દવા નાંખી ધીરે ધીરે ચમચાને નીચે ધક્કો મારી પુશ કરી બહાર કઢાયો હતો. ચમચો ખેંચવામાં ગુદામાર્ગ ફાટી જવાની પણ શક્યતા હોય છે. જોકે દોઢ કલાકની સર્જરી બાદ ચમચો બહાર કઢાયો હતો.

Next Story