Connect Gujarat
ગુજરાત

સુરત : ઉધનામાં લવલી બેકરીમાં આગ લાગતાં મચી દોડધામ

સુરત :  ઉધનામાં લવલી બેકરીમાં આગ લાગતાં મચી દોડધામ
X

સુરતના ઉધના પટેલ નગર ખાતે આવેલ લવલી નામની બેકરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ

લાગવાની સાથે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

સુરતના ઉધના આવેલ પટેલ નગર ખાતે ઇંતજાર શાહ લવલી નામની બેકરી ધરાવે છે. શનિવારના રોજ તેઓની બેકરીની ભઠ્ઠીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને બનાવની જાણ થતાં તાત્કાલિક પાંચ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે ગણતરીના સમયમાં જ આગ પર કામું મેળવી કુલિંગની કામગીરી હાથ ધરી હતી બીજી બાજુ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવાં મળેલ નથી જયારે આગની ઘટનાને લઇ બેકરીમાં રાખેલ સામાન્ય માલ સમાન બળીને ખાખ થઈ ગયો હતો.

Next Story