Connect Gujarat
ગુજરાત

સુરત ઉધના વિસ્તારમાં તસ્કરોએ એક સાથે ત્રણ દુકાનોને બનાવી નિશાન: ઘટના થઈ સીસીટીવીમાં કેદ

સુરત ઉધના વિસ્તારમાં તસ્કરોએ એક સાથે ત્રણ દુકાનોને બનાવી નિશાન: ઘટના થઈ સીસીટીવીમાં કેદ
X

સુરતના ઉધના વિસ્તારમાં તસકોએ આંતક મચાવ્યો છે એક સાથે ત્રણ દુકાનોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ છે ઘટતાની જાણ ઉધના પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાપસ આરંભી હતી.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સોનલ ઇન્ડસ્ટ્રીયલ માં તસ્કરોએ એક સાથે ત્રણ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે સોનલ ઇન્ડસ્ટ્રીયલ માં બૉડી જિમન,ઉમા અગરબત્તી, ધન વર્ષ નામની દુકાનોમાં ચોરીની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સોનલ ઇન્ડસ્ટ્રીયલ માં બૉડી જિમન ધરાવતા નરેન્દ્ર ભાઈ મિશ્રા રોજીના સમય પ્રમાણે આજે વહેલી સવારે પોતાની જિમ માં ગયા હતા જિમ ખોલવા જતા જીમનું શર્ટલ તૂટેલી દેખાતા પોલીસને જાણ કરી હતી.

જીમના રાખેલ ચાંદીના સિક્કા,કેમરા, રોકડ મળી આશરે 40 હજારની ચોરી ને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા છે. દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા માં ચોરી કરતા ત્રણ અજાણીય તસ્કરો કેદ થયા છે.

આ ઉપરાંત બાજુમાં આવેલ ઉમા અગરબત્તીની દુકાન ધરાવતા નિર્મલ બાફના દુકાનમાં ગાબડું પાટી બે હજારને અંજામ આવ્યો હતો. ધન વર્ષ નામની દુકાનના ડ્રોપ માં રાખેલ 1600 રૂપિયાની ચોરી બનવા બન્યો છે. ત્રણે દુકાનોની મુદ્દા માલ રોકડ મળી આશરે 43000 હજારની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે હાલ પોલીસે અજાણીયા ચોર ઇસમોને પકડવા તપાસ આરંભી છે

Next Story
Share it