Connect Gujarat
Featured

સુરત : મીની ચેરાપુંજી ગણાતો ઉમરપાડાના જંગલ મધ્યે આવેલ દેવઘાટ ધોધ છલકાયો, પ્રવાસીઓમાં જમાવ્યું ભારે આકર્ષણ

સુરત : મીની ચેરાપુંજી ગણાતો ઉમરપાડાના જંગલ મધ્યે આવેલ દેવઘાટ ધોધ છલકાયો, પ્રવાસીઓમાં જમાવ્યું ભારે આકર્ષણ
X

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાંથી પસાર થતો દેવઘાટ ધોધ સોળેકળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સમગ્ર જીલ્લામાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જોકે સુરત જીલ્લાનો મીની ચેરાપુંજી ગણાતા ઉમરપાડાના જંગલ મધ્યે આવેલા દેવઘાટ ધોધ ખાતે પાણીની આવક થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

ઉમરપાડાના જંગલ વિસ્તારમાંથી પસાર થતો દેવઘાટ ધોધ સોળેકળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેમાં 100 ફૂટની ઉંચાઈએથી ધોધ નીચે વહેતા પાણીની રજથી વાતાવરણ આહલાદક બન્યું છે. દેવઘાટ ખાતે ધોધ વહેતા જ ધોધનો નજારો મળવા સહેલાણીઓનો ઘસારો જોવા મળ્યો હતો. જોકે કેટલાક સહેલાણીઓ જીવના જોખમે ધોધ પાસે જઈ સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા.

Next Story