Connect Gujarat
Featured

સુરત : વરાછામાં ઇલેક્ટ્રોનિક સામાનના ગોડાઉનમાં લાગી અચાનક આગ, ફાયર વિભાગ દોડ્યું

સુરત : વરાછામાં ઇલેક્ટ્રોનિક સામાનના ગોડાઉનમાં લાગી અચાનક આગ, ફાયર વિભાગ દોડ્યું
X

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક સામાનના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગરમાં નજીક બાપા સીતારામ ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગના પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ સહિત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે ઈલેક્ટ્રોનિકનું ગોડાઉન ખૂબ જ સાંકડી ગલીમાં હોવાથી ફાયર વિભાગને સ્થળ પર પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ પણ પડી હતી.

ફાયર ફાઇટરોએ 5થી વધુ ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, ત્યારે ગણતરીની મિનિટોમાં જ આગ કાબુમાં આવી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ઈલેક્ટ્રોનિક ગોડાઉનમાં રહેલ ફ્રીજ સહિત ઇલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story