Connect Gujarat

સુરત : વરાછાના મીની બજારમાં મફતમાં માસ્ક લેવા માટે લોકોએ કરી પડાપડી

સુરત : વરાછાના મીની બજારમાં મફતમાં માસ્ક લેવા માટે લોકોએ કરી પડાપડી
X

કોરોના વાયરસના કારણે માસ્કનો ભાવ 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવતાં લોકોએ માસ્ક મેળવવા પડાપડી કરી હતી. ગણતરીની મિનિટોમાં 2,000 કરતાં વધારે માસ્ક લોકો લઇ ગયાં હતાં.

વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાઇ ચુકી છે ત્યારે તેનાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહયો છે. કોરોના વાયરસના કારણે બજારોમાં માસ્કનો જથ્થો ખુટી ગયો છે અથવા બમણા ભાવથી વેચાઇ રહયાં છે. સુરતમાં માસ્કની કિમંત 50 રૂપિયા સુધી પહોંચી ગઇ છે. જન સેવા એજ પ્રભુ સેવાની શુભ ભાવના સાથે સેવાભાવીઓ તરફથી વરાછાના મીની બજારમાં વિના મુલ્યે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના વાયરસથી બચવા માટે માસ્ક લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. ગણતરીની મિનિટોમાં જ 2,000 કરતાં વધારે માસ્ક લોકો લઇ ગયાં હતાં.

Next Story
Share it