Connect Gujarat
ગુજરાત

સુરત : વરાછા ૧ કરોડથી વધુના હીરાની ચોરી કરનાર મેનેજર પોલીસના સકંજામાં

સુરત : વરાછા ૧ કરોડથી વધુના હીરાની ચોરી કરનાર મેનેજર પોલીસના સકંજામાં
X

વરાછામાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજરે ૧ કરોડથી વધુના હીરાની કરી હતી ચોરી

25મી એપ્રિલે ચોરીને અંજામ આપ્યો હતો

પોલીસે આરોપી મેનેજરને રાજસ્થાનથી ઝડપી પાડ્યો

વરાછામાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજરે ૧ કરોડથી વધુના હીરાની ચોરી કરી હતી આ ઘટનામાં પોલીસે આરોપી કારીગરે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ૧ કરોડના હીરા પણ કબજે કર્યા હતા.

વરાછાના કમલા એસ્ટેટમાં આવેલા જે.મહેશ એન્ડ કંપનીમાં કામ કરતા સ્ટોક મેનેજરે રૂ.1 કરોડથી વધુની કિંમતના હીરા તા.25મી એપ્રિલે ચોરી લીધા હતા. જેને પોલીસે તેના મૂળ વતન નજીક આવેલા ગામથી રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. તા.25 એપ્રિલના રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ વરાછાની જે.મહેશ એન્ડ કંપનીના સ્ટોક મેનેજર ચીમનારામ થોરીએ કંપનીમાંથી રૂ.1,00,85,880 કરોડના હીરા ચોરી ભાગી ગયો હતો.

કંપનીમાં કામ કરતો આ સ્ટોક મેનેજર મૂળ રાજસ્થાનના બાડમેરા જિલ્લાના બાંડ ગામનો હતો. વરાછા પોલીસ સાથે મળી ગુડામાલાનીણી ગામ પાસે તા.5મી મેના રોજ વહેલી પરોઢે તેને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧ કરોડના હીરા પણ કબજે કર્યા હતા હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story