Connect Gujarat
ગુજરાત

સુરત: વેસુ-ભરથાણા રોડ ઉપર નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસતા પાંચ મજૂર દબાયા, ૧નું મોત

સુરત: વેસુ-ભરથાણા રોડ ઉપર નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસતા પાંચ મજૂર દબાયા, ૧નું મોત
X

સુરતના વેસુ-ભરથાણા રોડ ઉપર આવેલ એક નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ તૂટી પડતા પાંચ જેટલા મજૂર દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ત્રણ જેટલા મજૂર ઓછી માટીમાં દબાયા હતા. જ્યારે માટીમાં ગરકાવ થઈ ગયેલા બે મજૂરને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા એક મજૂરને મૃત જાહેર કરાયો હતો.

ઘટના મામલે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષની માટી ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દરમિયાન ૮ થી વધુ મજૂર પોતાનો જીવ બચાવવા ભાગીને બહાર નીકળી ગયા હતા. પાંચ જેટલા મજૂર ઉપર માટીની દીવાલનો ભાગ પડ્યો હતો. આ તમામ મજૂર બિહારના રહેવાસી છે અને અહિયાં ૧૯ દિવસથી કામ કરી રહ્યા હતા. જે પૈકી ગુટલી શભૂલા શર્મા (ઉ.વ.૩૯), ઉમા ટુકુઈ શર્મા (ઉ.વ.૩૦) માટીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢી ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ઉમા શર્માને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. હાલ માટીમાં દબાયેલ અન્ય મજૂરની શોધખોળ ચાલી રહી છે.

Next Story