Connect Gujarat
Featured

સુરત : એકટીવા પર જોખમી સ્ટંટ કરતાં યુવાનોનો વિડીયો વાયરલ, તમે પણ જુઓ

સુરત : એકટીવા પર જોખમી સ્ટંટ કરતાં યુવાનોનો વિડીયો વાયરલ, તમે પણ જુઓ
X

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલાં જીલાની બ્રિજ પર બેફામ રીતે એકટીવા ચલાવી રહેલાં બે લબરમુછીયાઓનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જોખમી રીતે એકટીવા પર સ્ટંટ કરી તેઓ અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકી રહયાં છે.

દેશ તથા રાજયમાં માર્ગ અકસ્માતથી થતાં મોતની સંખ્યા ઘટાડવા માટે કાયદાઓને કડક બનાવવામાં આવ્યાં છે અને તેમાંય ખાસ કરીને વાહન ચલાવતી વેળા હેલમેટ પહેરવો જરૂરી છે પણ કેટલાક લબરમુછીયાઓ સ્ટંટ કરવાની લ્હાયમાં પોતાની સાથે અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મુકી રહયાં છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલાં જીલાની બ્રિજનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. જેમાં એકટીવા પર સવાર બે લબરમુછીયાઓ એકદમ જોખમી રીતે તેમનું વાહન ચલાવી રહયાં છે. અન્ય વાહનચાલકોએ તેમને રોકવાનો પ્રયાસ કરતાં તેઓ નાસી છુટયાં હતાં. સુરતમાં સ્ટંટ કરતાં બાઇકસવારો બેફામ બન્યાં છે ત્યારે પોલીસ આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Next Story