Connect Gujarat
Featured

સુરત : જાણો, કયા કયા ગામોમાં હવે સગા-સંબંધીઓને નહીં મળે પ્રવેશ, પ્રવેશદ્વાર પર જ લગાવાયા બેનર

સુરત : જાણો, કયા કયા ગામોમાં હવે સગા-સંબંધીઓને નહીં મળે પ્રવેશ, પ્રવેશદ્વાર પર જ લગાવાયા બેનર
X

સુરત જિલ્લામાં વધી રહેલા કોરાના વાયરસના કહેરને લઈને સ્થાનિક ગ્રામ પંચાયતો આવી મેદાને આવી છે. જેમાં ગામના પ્રવેશદ્વાર પર બેનર લગાવી સગા-સંબંધીઓને ગામમાં પ્રવેશ નહીં કરવા અંગે બે હાથ જોડી અપીલ કરવામાં આવી છે.

કોરાના નામનો કાળમુખો વાયરસ દિન પ્રતિદિન સુરત શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે જિલ્લાભરની સ્થાનિક ગ્રામ પંચાયતો આગળ આવી છે. જેમાં વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા ફેરીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે હવે ગામના પ્રવેશદ્વાર પર સગા-સંબંધીઓને પ્રવેશવું નહીં તેવી બે હાથ જોડી અપીલ સાથે બેનર લગાડવામાં આવ્યા છે. હાલ તો આ બેનર સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ વાઇરલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં કામરેજ, બારડોલી અને ઓલપાડ તાલુકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જોકે થોડા દિવસોમાં તહેવારો પણ શરૂ થઈ રહ્યા છે, ત્યારે ગ્રામ પંચાયતો દ્વારા ગામમાં કોઈ બહારના વ્યક્તિઓ આવી ગામમાં સંક્રમણ ન ફેલાવે તે માટે ગામમાં સગા-સંબંધીઓને ન આવવા માટે બે હાથ જોડી અપીલ કરવામાં આવી છે, ત્યારે પંચાયત દ્વારા લેવાયેલા આ નિર્ણયને ગ્રામજનોએ પણ સારો સાથ સહકાર આપ્યો છે.

Next Story