Connect Gujarat
ગુજરાત

સુરતઃ ટ્રાફિક પોલીસને ધક્કે ચડાવતી મહિલા પ્રોફેસરનો વિડીયો થયો વાયરલ

સુરતઃ ટ્રાફિક પોલીસને ધક્કે ચડાવતી મહિલા પ્રોફેસરનો વિડીયો થયો વાયરલ
X

કાર પાર્ક કરવા બાબતે મહિલા પ્રોફેસરનો ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો થયો હતો

સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરવા બાબતે એક મહિલા પ્રોફેસરનો ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો થયો હતો. જે દરમિયાન મહિલાએ જાહેરમાં જ પોલીસ સાથે જબરદસ્ત બોલાચાલી કરીને ગેરવર્તણુક કરી હતી. મહિલાના વર્તણૂકનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો જે વાયરલ થઈ ગયો હતો. આ બનાવ અંગે ઉમરા પોલીસે મહિલા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. જોકે, મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેની સાથે પોલીસે યોગ્ય વર્તાવ કર્યો ન હતો અને તેને મારમાર્યો હતો. જોકે, તેની ફરિયાદ પોલીસે લીધી ન હતી.

સુરતના પિપલોદ વિસ્તારના મુખ્યમાર્ગ ઉપર ટ્રાફિક પોલીસે નો-પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીઓને લોક મારવાની કામગીરી કરી હતી. જેમાં એક મહિલા પ્રોફેસરની ગાડી પણ પોલીસે લોક કરી હતી. થોડા સમય બાદ મહિલા પ્રોફેસર ત્યાં આવી હતી અને તેણે ગાડીમાં પોલીસે લગાવેલુ લોક ખોલવાની માગણી કરી હતી. જે દરમિયાન કોઈ કારણસર તેનો ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો થયો હતો. જેમાં મહિલાએ ટ્રાફિક પોલસને રિતસરના ધક્કે ચડાવ્યા હતા. જોકે, આ બનાવનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો.

થોડા સમય બાદ ટ્રાફિક પોલીસે સ્થાનીક પોલીસ પાસે મદદ માગી હતી. ગણતરીના સમયમાં જ મહિલા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને તેઓએ ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી રહેલી મહિલાને પકડી લીધી હતી. ઉપરોક્ત બનાવ અંગે ઉમરા પોલીસે મહિલા સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. જોકે, ધરપકડ કરાયેલી મહિલાનું કહેવુ હતુ કે, પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક કરીને તેને મારમાર્યો હતો. પણ તેની ફરિયાદ લેવાઈ ન હતી.

Next Story