Connect Gujarat
Featured

સુરત : શ્રમિકો પાસેથી ટીકીટના પૈસા ઉઘરાવતા કોર્પોરેટરના ભાઇનો વિડીયો વાયરલ

સુરત : શ્રમિકો પાસેથી ટીકીટના પૈસા ઉઘરાવતા કોર્પોરેટરના ભાઇનો વિડીયો વાયરલ
X

દેશમાં શ્રમિકોની ઘરવાપસીના મુદે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુધ્ધ ચાલી રહયું છે તેવામાં સુરતમાં ભાજપના કોર્પોરેટરના ભાઇ શ્રમિકો પાસેથી ટીકીટના એક હજાર રૂપિયા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયા બાદ ભાજપ બેકફુટ પર આવી ગયું છે.

લોકડાઉનમાં વતન પરત જવા માંગતા પરપ્રાંતિયો પારાવાર યાતનાઓ વેઠી રહયાં છે તેવામાં સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર અમિત રાજપૂતના ભાઈ અજીત રાજપુત કાળા બજારી કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વીડિયોમાં લીંબાયત વોર્ડ નંબર 25 ના ભાજપના કોર્પોરેટર અમિતનો ભાઈ અજીત ખુલ્લેઆમ ટિકિટ બુક કરવાના નામે શ્રમિકો પાસેથી હજાર હજાર રૂપિયા વસૂલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં અજીત રાજપુત ટીકીટના એક હજાર રૂપિયા થશે અને પોતે કોર્પોરેટર અમિતનો ભાઇ હોવાનું જણાવતાં સંભળાય રહયો છે. વિડીયો વાયરલ થયાં બાદ ભાજપ બેકફુટ પર આવી ગયું છે. કોર્પોરેટર અમિત રાજપુત પોતાના ભાઇના બચાવમાં આગળ આવ્યાં છે. તેમણ વિડીયો સંદર્ભમાં જણાવ્યું હતું કે, વાયરલ થયેલો વિડીયો જુનો છે. જયારે શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી ન હતી અને ટીકીટના કોઇ ભાવ નકકી ન હતાં તે સમયનો આ વિડીયો છે. મને બદનામ કરવાના આશયથી વિડીયો વાયરલ કરાયો છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.

Next Story