Connect Gujarat
ગુજરાત

સુરત: પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી કર્યાના આક્ષેપ સાથે એક બાઈક ચાલકે કર્મચારીને ફટકાર્યો

સુરત: પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી કર્યાના આક્ષેપ સાથે એક બાઈક ચાલકે કર્મચારીને ફટકાર્યો
X

સુરતના રીંગરોડ ખાતે આવેલા ઋષભ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી કર્યાના આક્ષેપ સાથે એક બાઈક ચાલકે કર્મચારીને ફટકાર્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતના રીંગરોડ પર ઋષભ પેટ્રોલપંપ આવેલું છે. આજ રોજ એક ઇસમ પેટ્રોલ પુરાવા આવ્યો હતો પરંતુ ત્યાં હાજર કર્મચારીએ પેટ્રોલમાં કટ મારી હતી. આ બનાવની જાણ બાઈક ચાલકને થઇ જતા તેણે હોબાળો મચાવ્યો હતો અને કર્મચારીને મારવા લીધો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. વિડીયોમાં યુવાને આક્ષેપ કર્યો છે કે આ અગાઉ પણ તેઓએ પેટ્રોલ ચોરી કરતા આ કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડ્યો હતો .આજે ફરી એક વખત પેટ્રોલ ચોરી કરતા તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટનાનો યુવાને વિડીયો પણ બનાવ્યો હતો અને બાદમાં કર્મચારીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story