સુરત : પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવે કરી રમૂજ, જુઓ VNSGUના પદવીદાન સમારોહમાં શું કહ્યું..!

0
164

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવ અને કવિ રાજેશ રેડ્ડીની ઉપસ્થિતિમાં 51માં પદવીદાન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 32,330 જેટલા વિદ્યાર્થીઓને ડીગ્રી તેમજ 151 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ પુરષ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે 51માં પદવીદાન સમારોહ દરમ્યાન ગયા વર્ષે પાસ થનાર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેના આગલા વર્ષે પાસ થનાર વિદ્યાર્થીઓ મળી કુલ 32,330 જેટલા વિદ્યાર્થીઓને ડીગ્રી તેમજ વિવિધ વિષયમાં રેન્ક મેળવનાર 151 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત રોકડ પુરષ્કાર એનાયત કરાયા હતા. સમગ્ર પદવીદાન સમારોહ દરમ્યાન પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવ અને કવિ રાજેશ રેડ્ડી હાજર રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવે રમૂજ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે હું ક્રિકેટ રમતો હતો, ત્યારે મને લાગતું હતું કે મારાથી સારું કોઈ નથી રમતું. હું યુનિવર્સિટી પાસ કરી શક્યો ન હતો અને મને વાઇસ ચાન્સેલર બનાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ પણ રમતમાં મજા નહીં આવે તો તેને છોડી દો, તે જ પ્રકારે જો શિક્ષણમાં મજા ન હોય તો છોડી દો. વાલીઓ તો કંઈક પણ કહેશે, પરંતુ તમને જેમાં રસ હોય તે જ કાર્ય કરો. પરંતુ યાદ રાખજો કે વાલીઓ તમારા માટે સારા નિર્ણય લઈ શકે છે. ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, મારા હીરો નેલ્સન મંડેલા છે. જો મારા વાલીઓ ઇચ્છતા હતા તે કર્યું હોત તો હું આજે અહીં ન હોત. જોકે વાલીઓ તમારા ભવિષ્ય માટે હંમેશા ચિંતાતુર હોય છે. પોતાનું ભવિષ્ય પોતે બનવવાનું હોય છે, તમે કોઈની કોપી ન કરો પરંતુ ઓરિજિનલ બનો. મહેનત કરી સફળતા મેળવો, શોર્ટકર્ટથી સફળતા મળતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here