Connect Gujarat
Featured

સુરત : પત્નીએ કરી વતનમાં જવાની માંગ, જુઓ પતિએ કેવી આપી પત્નીને સજા

સુરત : પત્નીએ કરી વતનમાં જવાની માંગ, જુઓ પતિએ કેવી આપી પત્નીને સજા
X

લોકડાઉનના ત્રીજા તબકકા બાદ પરપ્રાંતિય શ્રમિકો વતનમાં પરત ફરી રહયાં છે ત્યારે સુરતમાં વતનમાં જવાની પત્નીની માંગણીથી કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સુરત શહેરમાં રોજગારી માટે સ્થાયી થયેલા દેશના અન્ય રાજયોના શ્રમજીવીઓ તેમના વતનમાં પરત ફરી રહયાં છે. સુરતમાંથી અત્યાર સુધીમાં 10 લાખથી વધારે લોકો પોત પોતાના વતનમાં ચાલ્યાં ગયા હોવાનો અંદાજ છે. વતનમાં જવા મોડે મોડે પર સરકારે વિશેષ ટ્રેનો શરૂ કરી છે પણ હજી કેટલાય લોકો દયનીય હાલતમાં પગપાળા વતન પરત જઇ રહયાં છે. વતનમાં જવાની તાલાવેલી એક પરણિતા માટે મોતનું કારણ બની છે. મૂળ બિહારના રહેવાસી શિવહરીસંગ યાદવ હાલ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેમની પત્ની પણ લોકડાઉન હોવાથી વતનમાં પરત જવાની માંગણી કરી રહી હતી. આ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા શિવહરીસંગ યાદવે તેની પત્નીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીના મૃતદેહને તે દેવત ગામ પાસે એક ખેતરમાં નાંખી આવ્યો હતો. આજે સવારે તે જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો અને પોલીસને આપવીતી જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દેવત ગામે પહોંચી પત્નીના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પત્નીના હત્યાના પતિ શિવહરીસિંગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story