Connect Gujarat
ગુજરાત

સુરતઃ જુગારની મહેફિલ માંડીને બેઠી હતી મહિલાઓ, પોલીસે મઝા બગાડી

સુરતઃ જુગારની મહેફિલ માંડીને બેઠી હતી મહિલાઓ, પોલીસે મઝા બગાડી
X

સ્થળ પર પહોંચેલી પોલીસે 50 હજારાના મુદ્દામાલ સાથે જુગાર રમતી 10 મહિલાઓની અટકાયત કરી.

સુરતના લક્ષ્મીનગર વિસ્તારમાં જુગારની મહેફિલ માંડીને બેઠેલી 10 મહિલાઓની પોલીસે મઝા બગાડી હતી. પોલીસે સ્થફ ઉપર પહોંચી દાવ પર લાગેલા રૂપિયા 50 હજારથી વધુની રકમ તેમજ પાનાપત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પુરૂષો જુગારનો અડ્ડો જમાવે તેવું અવાર નવાર સાંભળ્યું હશે. પણ મહિલાઓ જુગારની મહેફિલ માંડીને બેઠી છે તેવું કોઈ કહે તો થોડી નવાઈ લાગે. પરંતુ આવો જ એક કિસ્સો સુરતનાં વરાછામાંથી પ્રકાશમં આવ્યો છે. વરાછાના માતાવડીની લક્ષ્મીનગરમાં મહિલાઓ જુગાર રમતી હોવાની પોલીસને બાતમી મળી હતી. સ્થાનિક પોલીસે બાતમીના આધારે સ્થળ પર પહોંચી જતાં જુગારની મહેફિલ માણી રહેલી રહેલી મહિલાઓમાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલી 10 જેટલી મહિલાઓને ઝડપી પાડી હતી. જ્યારે મહિલાઓ દ્વારા જુગારના દાવ પર લાગેલા 50 હજારથી વધુની રકમ તેનજ પાના પત્તા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story