Connect Gujarat
Featured

સુરત : કોરોનાના કાળમાં ખડેપગે ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મીઓનું કરાયું વિશેષ સન્માન

સુરત : કોરોનાના કાળમાં ખડેપગે ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મીઓનું કરાયું વિશેષ સન્માન
X

કોરોનાની મહામારી દરમ્યાન ખડેપગે ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારીઓનું સુરત ખાતે ટેકસ્ટાઈલ્સ વર્કિંગ ગ્રૂપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રૂપિયા 5 હજારના ગિફ્ટ વાઉચર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ ખાતામાં ફરજ બજાવતી કુલ 960 મહિલા પોલીસ કર્મચારીઓને રૂપિયા 10 લાખથી વધુના ગિફ્ટ વાઉચર સુરત પોલીસને અર્પણ કરાયા હતા.

સુરતના ઉમરા પોલીસ મથકના સભાખંડમાં ટેકસ્ટાઈલ્સ વર્કિંગ ગૃપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી કુલ 960 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓને સન્માન કરવા માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર, સાંસદ દર્શના ઝરદોષ અને સુરત ટેકસ્ટાઈલ્સ વર્કિંગ ગ્રુપ સહિત સલૂન ઓર્નરની મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના કાળમાં પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓ સહિત અધિકારીઓ ખડેપગે પોતાની ફરજ બજાવી એક સશક્ત મહિલા નારીનો પરચો બતાવ્યો છે.

કોરોનાના કપરા સમયમાં પણ નિષ્ઠાપૂર્વક મહિલા પોલીસકર્મીઓએ પોતાની ફરજ નિભાવી હતી, ત્યારે સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી કુલ 960 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ઉમરા પોલીસ મથકના સભાખંડમાં 50 જેટલી મહિલા પોલીસ કર્મીઓ અને આપીએસ અધિકારીઓને ગિફ્ટ વાઉચર આપી સન્માનીત કરાયા હતા, ત્યારે સન્માનમાં રૂપિયા 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર સુરત પોલીસની મહિલા કર્મચારીઓને અર્પણ કરવામાં આવ્યા હતા.

Next Story