Connect Gujarat
Featured

સુરત : વિશ્વ આદિવાસી દિવસ પર પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને ઉમરપાડાની મામલતદાર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી

સુરત : વિશ્વ આદિવાસી દિવસ પર પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને ઉમરપાડાની મામલતદાર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી
X

સુરતના ઉમરપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કાર્યક્રમમાં રાજ્યના પ્રવશન અને મત્સ્યઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક, અધિકારો અને અન્ય સમાજની હરોળમાં આવી શકે તે હેતુથી યુનો દ્વારા ધોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ તા.૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની પ્રવાસન, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

Next Story
Share it