Connect Gujarat
ગુજરાત

સુરતઃ દબાણ હટાવવા આવેલા મનપાના અધિકારીઓ વિલા મોઢે પરત ફર્યા

સુરતઃ દબાણ હટાવવા આવેલા મનપાના અધિકારીઓ વિલા મોઢે પરત ફર્યા
X

વરાછા ઝોનના અધિકારીઓ પૈસા માંગતા હોવાના યોગીચોક સોસાયટીનાં રહીશો દ્વારા આરોપ લગાવાયા હતા

સુરતનાં સરથાણા વિસ્તારમાં બની રહેલી યોગીચોક સોસાયટીનું ડિમોલીશન કરવા માટે આવેલા વરાછા ઝોનનાં મનપાના અધિકારીઓ સામે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. જેથી મનપાના અધિકારીઓને ડિમોલીશન કર્યા વિના જ પાછા ફરવું પડ્યું હતું. જ્યારે રહિશોએ વરાછા ઝોનના અધિકારીઓએ પૈસા માંગ્યા હોવાનો આરોપ મુકતાં ઘટના અંગે પંથકમાં ચકચાર મચી છે.

સુરત મનપા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વરાછા ઝોનનાં સરથાણ વિસ્તારના યોગીચોક સોસાયટીમાં ગેરકાયદે દબાણો થયા હોવાનું મનપાના ધ્યાને આવ્યું હતું. જ્યાં આજરોજ મનપાનાં અધિકારીઓ ડીમોલિશન માટે જેસીબી સહિતની સાધન સામગ્રી સાથે પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવી અધિકારીઓનો વિરોધ કર્યો હતો. જેના પગલે પાલિકાના અધિકારીઓ મકાનનું બાંધકામ તોડ્યા વગર જ પાછા ફર્યા હતા. તો સ્થાનિક રહીશોએ વરાછા ઝોનના અધિકારીઓ પૈસા માંગતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. પાલિકાની ટીમ સ્થાનિક રહીશોને રોષે ભરાયેલા જોઈને ડિમોલિશન કર્યા વિના જ પરત ફરી ગઈ હતી.

Next Story