Connect Gujarat
ગુજરાત

સુરત : ભટાર વિસ્તારમાં પડોશી યુવકે ૧૩ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ

સુરત : ભટાર વિસ્તારમાં પડોશી યુવકે ૧૩ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ
X

મામલો ઉમરા પોલીસમાં

સુરતમાં લાસ મળવાના સિલસિલા સાથે ક્રાઇમ પણ થંભવાનું નામ ના લેતો હોય તેમ લાગી રહ્યું છે. સુરતના જ ભટાર વિસ્તારમાં પડોશી યુવકે જ ૧૩ વર્ષીય તરૂણી સાથે દુષકર્મ આચર્યાની વાતે વાતાવરણ ગરમાયું હતું અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં પડોશમાં જ રહેતા ૨૪ વર્ષીય યુવકે ૧૩ વર્ષીય તરૂણીને પટાવી ફોસલાવી તેની સાથે દુષકર્મ આચર્યાની જાણ થતા તરૂણીનો પરિવાર ગિન્નાયો હતો. ઘટનાની જાણથી ઉશ્કેરાયેલા તરૂણીના પરિવારે પડોશી ૨૪ વર્ષીય યુવકને સુરતના પીપલોદ વિસ્તારમાં પકડી તેની જાહેરમાં ધોલાઇ કરતા લોકટોળા પણ એકત્રીત થયા હતા. એકત્રીત લોકટોળામા પણ રોજે રોજ સુરતમાં થતા દુષકર્મ મામલે રોષ ભભૂકી ઉઠ્યો હતો. છેવટે તરૂણીનો પરિવાર પડિશી ૨૪ વર્ષીય યુવાન દ્વારા દુષકર્મ આચર્યાના આક્ષેપ સાથે ન્યાય મેળવવા ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જયાં પોલીસે તેમની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાના એહવાલ મળી રહ્યા છે.

Next Story