સુરતઃ વ્હોરા સમાજનાં અગ્રણી ઉપર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

218

યુસુફ બકરી ઉપર કેટલાંક તત્વોએ હુમલો કરતાં સારવાર અર્થે ખસેડાયા.

સુરતમાં વ્હોરા સમાજનાં અગ્રણી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યારે આ સમગ્ર મામલે આરોપી તરીકે દર્શાવેલા શખ્સો પોતે નિર્દોષ હોવાની સફાઈ પણ આપી હતી.

સુરતમાં વ્હોરા સમાજનાં અગ્રણી યુસુફ બકરી પોતાનાં ઘરની આગણ ખુરસી લઈે બેઠા હતા. અને એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા. તેવામાં એક્ટિવા લઈને આવેલા સાત જેટલાં શખ્સોએ લાકડી, ધોકા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ તેમનાં ઘરની સામે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા યુસુફ બકરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે આસિફ સુરતીને આરોપી તરીકે બતાવવામાં આવ્યો છે. તેણે વીડિયો જાહેર કરીને પોતે નિર્દોષ હોવાની સફાઈ આપી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે મારૂં નામ ખોટી રીતે લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન બાબતનાં ઝઘડામાં લુખ્ખા તત્વો વસીમ બીલ્લા અને આરીફ સુરતી સહિત 7 લોકોએ હુલોક કર્યો હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયી છે. વળી યુસુફ બકરી પાસેથી રૂપિયા 5 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ તો સલાબતપુરા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY