Connect Gujarat
સુરત 

સુરત: ગણેશજીની પ્રતિમાની દુર્દશા! ખાલી કેનાલમાં ભક્તો પ્રતિમા મૂકી ચાલ્યા ગયા

ધાર્મિક લાગણી દુભાય એવા દ્રશ્યો, યુવાવાહિનીની ટીમે પ્રતિમાઓનું કેનાલમાં કર્યું વિસર્જન.

X

સુરતના બગુમરા પાસે પસાર થતી કેનાલમાં ભક્તોની લાગણી દુભાઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા॰ 10દિવસની પૂજા કર્યા બાદ અમુક લોકોએ ગણેશજીની મૂર્તિ ખાલીખમ કેનાલમાં મૂકી ચાલ્યા ગયા હતા.

પલસાણા તાલુકાના બગુમરા ગામે પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની કેનાલમાં ભક્તોની લાગણી દુભાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.અમુક ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિ લાવી 10દિવસ ધામધૂમથી પૂજા અર્ચના કરી વિસર્જન દરમિયાન ગણેશજીનું અપમાન કર્યું હતું.

બગુમરા પાસે પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની ખાલી ખમ કેનાલ 150થી વધુ મૂર્તિઓ કહેવાતા ભક્તો કેનાલમાં જ રઝળતી મૂકી ચાલી ગયા હતા ત્યારે આ ઘટનાની જાણ રાષ્ટ્રીય યુવા વાહીનીની ટીમને થતા તેઓ તાત્કાલિક કેનાલ પર પહોંચી ગયા હતા અને રઝળતી ગણેશજીની મૂર્તિને નહેરમાંથી બહાર કાઢી હતી અને નજીકના કુત્રિમ તળાવમાં લઇ જઇ ફરી વિધિ કરી વિસર્જન કર્યું હતું.

Next Story
Share it