Connect Gujarat
સુરત 

સુરત : કડોદરા GIDCની રિવા પેકેજિંગ કંપનીમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત

સુરતની કડોદરા GIDCમાં આવેલ રિવા પ્રોસેસ પેકેજિંગ કંપનીમાં સોમવારની વહેલી સવારે આગ ફાટી નીકળી હતી

X

સુરતની કડોદરા GIDCમાં આવેલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી રેસક્યું સહિત આગને કાબુમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી. કંપનીમાં આગ લાગવાની ઘટનામાં 2 કામદારના મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરતની કડોદરા GIDCમાં આવેલ રિવા પ્રોસેસ પેકેજિંગ કંપનીમાં સોમવારની વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આગના પગલે કામદારોમાં ભયના માહોલ સાથે ભાગદોડ મચી હતી. પાંચમાં માણે આગ લગતા કેટલાક લોકો ધાબા પર દોડી ગયા હતા, ત્યારે જીવ બચાવવા નીચે કૂદી પડતાં એક કર્મચારીનું મોત નીપજ્યું હતું, જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. સુરત ફાયર બ્રિગેડને કોલ મળતાની સાથે જ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન સહિત આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આગને કાબુમાં લેવા માટે 10થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી. લગભગ સાડા 3 કલાકની જહેમત બાદ સમગ્ર આગ કાબુમાં આવી હતી. ફાયર વિભાગની ટીમે 2 હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતા કામદારોને રેસ્ક્યૂ કર્યા હતા. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કંપનીના પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, આગ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે, યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story