Connect Gujarat
સુરત 

સુરત: લાંચની રકમ લેવા અધિકારી શૌચાલયમાં ગયા અને એ.સી.બી.ની થઈ એન્ટ્રી, પછી શું થયું વાંચો

સુરત:  લાંચની રકમ લેવા અધિકારી શૌચાલયમાં ગયા અને એ.સી.બી.ની થઈ એન્ટ્રી, પછી શું થયું વાંચો
X

સુરતમાં વડીલોપાર્જીત જમીનમાં વારસાઈ નું પેઢીનામુ કરવા માટે 30 હજારની લાંચ માંગી સ્વીકારતા રેવન્યુ તલાટી સહિત બે રંગે હાથે ઝડપાયા લાંચ માંગતા ફરિયાદ દ્વારા એસીબી ફરિયાદ કરતા છટકું ગોઠવી લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાયા હતા.

માહિતી પ્રમાણે, ફરીયાદીના પત્નીએ વડીલોપાર્જીત જમીનમાં વારસાઈ કરવાની હોવાથી તે અંગે પેઢીનામુ કરવા માટે મજુરા રેવન્યુ તલાટીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવામાં આવી હતી. જે અંગેનું પેઢીનામું રેવન્યુ તલાટી સાગર ભેસાણીયા દ્વારા 26 ઓગસ્ટના રોજ તૈયાર કરવામાં આવ્યું હતું.

આ ઓરીજનલ પેઢીનામુ આપવાના અવેજ પેટે રેવન્યુ તલાટી અને હિરેન પટેલે રૂબરૂ મળી રૂ.30,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ સાગર લાંચની રકમ હિરેનને આપવાનું કહ્યું હતું ફરિયાદીએ આ બાબતે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું સાગર અને હિરેને ફરિયાદી સાથે વાતચીત કરી રૂ.30 હજારની લાંચની માંગણી કરી હતી.

બંને આરોપીઓ રૂબરૂમાં વાતચીત કરી ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. જેથી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મજુરા રેવન્યુ તલાટી ની ઓફિસની બાજુમાં આવેલ શૌચાલયમાં પકડાઈ ગયા હતા. હાલ બંને ની અટકાયત કરી એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ એસીબી ની કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.

Next Story