Connect Gujarat
સુરત 

સુરત:સખી મંડળની બહેનોને રોજગાર મળી રહે CSC ઈ-ગ્રામીણ સ્ટોરના માધ્યમથી અજમેરા ફેશન શરૂ કરાયું

સખી મંડળની બહેનોને રોજગાર મળી રહે કોમન સર્વિસ સેન્ટર સંચાલિત CSC ઈ-ગ્રામીણ સ્ટોરના માધ્યમથી અજમેરા ફેશન શરૂ કરી નવા બિઝનેસની શરૂઆત કરવામાં આવી છે

સુરત:સખી મંડળની બહેનોને રોજગાર મળી રહે CSC ઈ-ગ્રામીણ સ્ટોરના માધ્યમથી અજમેરા ફેશન શરૂ કરાયું
X

સખી મંડળની બહેનોને રોજગાર મળી રહે કોમન સર્વિસ સેન્ટર સંચાલિત CSC ઈ-ગ્રામીણ સ્ટોરના માધ્યમથી અજમેરા ફેશન શરૂ કરી નવા બિઝનેસની શરૂઆત કરવામાં આવી છે ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે ઉપર લાવવા CSC દ્વારા નવો પ્રયાસ કરવામાં આવ્યો છે આ બિઝનેસ ના માધ્યમથી CSC VLE મહિલા આર્થિક રીતે વધુ મજબૂત બનશે અને બજાર કરતાં ઓછી કિંમતમાં ઈ- ગ્રામીણ સ્ટોર પર લોકો કપડાની ખરીદી કરી શકશે. કોમન સર્વિસ સેન્ટર (CSC) સંચાલિત CSC ગ્રામીણ ઈ-સ્ટોર માં પહેલીવાર સુરતનું જૂનું અને જાણીતું અજમેરા ફેશન જેમાં CSC દ્વારા અજમેરા ફેશન ની બધી જ પ્રોડક્ટ લાઈવ કરવામાં આવી છે જેમનું ઉદ્દઘાટન CSC ના MD ડૉ. દિનેશ ત્યાગી તથા CSC ગુજરાત ના હેડ જયેશ ભાનુશાલી અને સુરત જિલ્લા CSC DM તુષાર બેલડીયા દ્વારા સુરત ના કામરેજ વિસ્તાર માં આવેલ સખીબહેન (SHG) રીચા પટેલના CSC સેન્ટર પર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. CSC ગ્રામીણ ઈ-સ્ટોર માં અજમેરા ફેશન લાવવા પાછળ મુખ્ય ઉદ્દેશ એ છે કે ગ્રામીણ વિસ્તાર માં રહેતી મહિલા તથા CSC સાથે સંકળાયેલ SHG બહેનો પોતાનો બિઝનેસ તેમના જ CSC સેન્ટર પરથી કરી ને એક નવો આવક ઊભી કરી શકે તથા તેમની સાથે જોડાયેલ સખી મંડળ ને રોજગાર મળી શકે.સાથે સંકળાયેલ સખી બહેન રિચા પટેલે જણાવાયું હતું કે આજ રોજ કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી CSC ગ્રામીણ ઈ-સ્ટોરની મેં શરૂવાત કરી છે આ સ્ટોરના માધ્યમથી હું બજાર ભાવ કરતા ઓછા ભાવમાં કપડાંનું વેચાણ કરી શકું છું અમારા ત્યાં ખાસ કરીને મહિલાઓ માટે સાડી,ડ્રેસ ઉપલબ્ધ છે CSCએ મને મોકો આપી ઈ-ગ્રામીણ અજમેરા ફેશન શરૂ કરી આપતા હું સમગ્ર CSC ટીમનો આભાર માનું છું

સુરત જિલ્લા CSC DM કુણાલ તસરીએ જણાવ્યું હતું કે CSC ગ્રામીણ ઈ સ્ટોર જે નાના ગૃહ ઉધોગોને ઓનલાઈન વેપાર પૂરું પાડે છે આજ રોજ કામરેજ ખાતે અજમેરા ફેશન જેમાં CSC દ્વારા અજમેરા ફેશન ની બધી જ પ્રોડક્ટ લાઈવ કરવામાં આવી છે જેમનું ઉદ્દઘાટન CSC ના MD ડૉ. દિનેશ ત્યાગી તથા CSC ગુજરાત ના હેડ જયેશ ભાનુશાલી સખીબહેન (SHG) રીચા પટેલ ના CSC સેન્ટર પર વિડિયો કોન્ફરન્સ ના માધ્યમ થી કરવામાં આવ્યું હતું

Next Story