Connect Gujarat
સુરત 

સુરત : ચોમાસામાં બંધ કરાયેલો કોઝ-વે વાહનવ્યવહાર માટે શરૂ કરાયો, વાહનચાલકોને રાહત

ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થતા તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરતનો વિયર કમ કોઝવે બંધ કરાયો હતો જે હાલ

સુરત : ચોમાસામાં બંધ કરાયેલો કોઝ-વે વાહનવ્યવહાર માટે શરૂ કરાયો, વાહનચાલકોને રાહત
X


ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થતા તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરતનો વિયર કમ કોઝવે બંધ કરાયો હતો જે હાલશરૂ કરી દેવામાં આવ્યો છે. કોઝવે શરૂ થવાથી સિંગણપુર ચાર રસ્તાથી રાંદેર અડાજણ તરફ આવવા માટે લોકોને રાહત થશે. લાંબા સમયથી કોઝવે બંધ હોવાને કારણે કતારગામ તરફથી આવતા લોકોને ચોક થઇને અડાજણ આવવું પડતું હતું. જેને કારણે ઈંધણ અને સમયનો વેડફાટ થતો હતો. દિવાળી પર્વ વખતે લોકો એકબીજાના ઘરે જતા હોય છે અને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ આપતા હોય છે તેવા સમયે સુરતનો વિયર કમ કોઝવે ખુલ્લો મુકાતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે. લોકોને ખૂબ જ લાંબું અંતર કાપીને અડાજણ વિસ્તારમાં આવવું પડતું હતું તેને બદલે હવે તેઓ ઓછા સમયમાં ઝડપથી અડાજણ તથા રાંદેર પાસે રહેતા પોતાના સંબંધીઓને ત્યાં પહોંચી શકશે

Next Story