Connect Gujarat
સુરત 

સુરત : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના 2 દિવસ સુરતમાં ધામા, લોકપ્રશ્નો સાંભળી લાવશે નિરાકરણ

સુરત : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના 2 દિવસ સુરતમાં ધામા, લોકપ્રશ્નો સાંભળી લાવશે નિરાકરણ
X

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં 2 દિવસ માટે સુરત શહેરમાં વિવિધ કર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેના ભાગરૂપે શહેરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુરત શહેરમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વિવિધ કર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયના સાથીઓ, અને સોસાયટીના આગેવાનો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથે જ લોકોના સૂચન અને સમસ્યા સાંભળી તેનું પણ સમાધાન કરવામાં આવશે. જોકે, કોંગ્રેસના હાર્દિક પટેલ ફરી સુરતમાં સક્રિય થવા માંગી રહ્યા હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Next Story
Share it