Connect Gujarat
સુરત 

સુરત : દિવાળીની રજા માણી પરત ફરતા લોકોનું પ્રવેશદ્વાર પર કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું..

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે, ત્યારે છેલ્લા 4 દિવસમાં કોરોનાના 15 જેટલા કેસનો વધારો થયો છે.

સુરત : દિવાળીની રજા માણી પરત ફરતા લોકોનું પ્રવેશદ્વાર પર કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું..
X

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે, ત્યારે છેલ્લા 4 દિવસમાં કોરોનાના 15 જેટલા કેસનો વધારો થયો છે. જોકે, દિવાળીની રજાઓ બાદ પરત ફરતા લોકોનું 7 જેટલા પ્રવેશદ્વાર ખાતે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ 138 સેન્ટર પર રસીકરણ સાથે વેક્સિનેશનની કામગીરીને પણ તેજ કરવામાં આવી છે.

દિવાળીની રજાઓમાં બહારગામ ફરવા ગયેલાં શહેરીજનોએ લાભ પાંચમ પહેલાની પુર્વ સંધ્યાથી શહેરમાં પરત ફરવાનું શરૂ કર્યું છે. તે જોતા આરોગ્ય વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ ઉપરાંત શહેરના 7 જેટલા પ્રવેશદ્વાર ખાતે લોકોને ટ્રેસ કરી કોરોના ટેસ્ટિંગની કવાયત હાથ ધરાય છે. શહેરના પ્રવેશદ્વાર જહાંગીરપુરા, વાલક, પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ બસને સ્ટેન્ડ બાય રાખી લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાં 4 અને જિલ્લામાં 1 કેસ સાથે ગતરોજ કોરોનાના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે જ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,938 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2116 થયો છે. ઉપરાંત અત્યાર સુધી શહેર જિલ્લામાં 1,41,772 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 56 થઈ છે. તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા નોક ટુ ડોર અભિયાન પણ હાથ ધરાયું છે.

Next Story