Connect Gujarat
સુરત 

સુરત:પાટીદાર નેતાની છબી ધરાવતા ધીરુ ભાઈ ગજેરા ભાજપમાં જોડાયા

ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા અને કોંગ્રેસમાં ત્રણ ચુંટણી લડીને હારી ચુકેલા ધીરુ ગજેરા પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે.

X

ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા અને કોંગ્રેસમાં ત્રણ ચુંટણી લડીને હારી ચુકેલા ધીરુ ગજેરા પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે. સુરતમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તેઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આ ઉપરાંત તેઓના ભાઈ ચુની ગજેરા પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નથી અને કોઈ કોઈનો મિત્ર નથી. આવો જ એક ઘાટ સુરતમાં સામે આવ્યો છે. સુરતના રાજકારણમાં મોટા ફેરફાર થયા છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાને હજુ તો ઘણો લાંબો સમય છે, પરંતુ અત્યારથી રાજકીય પક્ષોની અંદરોઅંદર બદલીની તૈયારીઓ શરૂ થવા લાગે છે. નાના-મોટા નેતાઓ પોતાની જગ્યા શોધીને ફરી એક વખત પોતાના મનગમતા પક્ષ તરફ દોટ મૂકી રહ્યા છે, જ્યાં જેનું રાજકીય ભવિષ્ય ઊજળું દેખાઈ રહ્યું છે ત્યાં આગળ જવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા અને કોંગ્રેસમાં ત્રણ ચુંટણી લડીને હારી ચુકેલા ધીરુ ગજેરા પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે. સુરતમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તેઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આ ઉપરાંત તેઓના ભાઈ ચુની ગજેરા પણ ભાજપમાં જોડાઈ ગયા છે ઉધના ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ શહેર પ્રમુખ અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધીરુગજેરા રાજકારણમાં મોટું નામ ધરાવે છે. તેઓ 1995થી 2007 સુધી ભાજપમાં હતા ભાજપમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા બાદ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. અને કોંગ્રેસમાંથી તેઓ ૩ વખત ચુંટણી લડ્યા હતા અને ત્રણેય વખત તેઓની હાર થઇ હતી.

ગુજરાતમાં હવે ત્રીજી પાર્ટી આપ પાર્ટી પણ મેદાનમાં છે. સુરતમાં મોટું નામ ધરાવતા મહેશ સવાણી આપ પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે આગામી ચુંટણીમાં આપ પાર્ટી મહેશ સવાણીને મેદાનમાં ઉતારી શકે છે. તો બીજી તરફ સુત્રો કહે છે કે આવનારી ચુંટણીમાં ભાજપ તરફથી અને નારાજ પાટીદારોને મનાવવા ધીરુગજેરા મેદાનમાં ઉતરી શકે છે. પરંતુ આ તો સુત્રો તરફથી થઇ રહેલી ચર્ચાઓ છે. પરંતુ આવનારી ચુંટણી સુધીમાં શું રાજકીય રંગ દેખાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

Next Story