Connect Gujarat
સુરત 

સુરત : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ડોર-ટુ-ડોર મફત કાનૂની સલાહ કેમ્પ યોજાયો...

સુરત જિલ્લા કાનૂની સત્તા મંડળના સભ્યો લોકોના ઘર આંગણે જઈ મફત કાનૂની સલાહ વિશે માહિતગાર કરી પોતાના હક અને અધિકાર વિશે જાણકારી આપી હતી.

X

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ડોર ટુ ડોર મફત કાનૂની સલાહ કેમ્પનું અયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા કાનૂની સત્તા મંડળના સભ્યો લોકોના ઘર આંગણે જઈ મફત કાનૂની સલાહ વિશે માહિતગાર કરી પોતાના હક અને અધિકાર વિશે જાણકારી આપી હતી.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોકોને મફત કાનૂની સહાય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યો દ્વારા સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈ કેમ્પનું આયોજન કરી લોકોને તેઓના હક અને અધિકાર વિશે માહિતગાર કરી તેઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો હતો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને કાયદાકીય જોગવાઈ અનુસાર કાનૂની સહાય મળી શકે તે વિશે તમામ માહિતી આપવામાં આવી હતી.

Next Story