Connect Gujarat
સુરત 

સુરત : ડબલ મર્ડર વિથ રેપ કેસ : એક આરોપીનેફાંસી તો અન્યને આજીવન કેદની સજા,માતા બાદ દીકરીની કરાય હતી હત્યા

3 વર્ષ અગાઉ પાંડેસરામાં માતા-પુત્રીના ચકચારિત ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બન્નેને દોષી ઠેરવી આજે સજા ફટકારી છે.

સુરત : ડબલ મર્ડર વિથ રેપ કેસ : એક આરોપીનેફાંસી તો અન્યને આજીવન કેદની સજા,માતા બાદ દીકરીની કરાય હતી હત્યા
X

3 વર્ષ અગાઉ પાંડેસરામાં માતા-પુત્રીના ચકચારિત ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બન્નેને દોષી ઠેરવી આજે સજા ફટકારી છે.મુખ્ય આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસી અને સહઆરોપી હરિઓમ ગુર્જરને આજીવનકેદની સજા કરવામાં આવીછે. સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્રકેસમાં જે-તે સમયે પોલીસે ખાસ્સી મહેનત કરીને આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા.શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર નહોતી. બન્ને લાશને જુદાં-જુદાં સ્થળે ફેંકીદેવાઈ હતી. બાદમાં ડીએનએ ટેસ્ટ બાદ એ અંગેની પૃષ્ટિ કરાઈ હતી. નરાધમે કિશોરી પરબળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ કિશોરીનાગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી.

કેસની વિગત મુજબ 6 એપ્રિલ, 2018નારોજ ભેસ્તાન સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. તેની પરજાતીય હુમલો અને બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદસચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી, જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાંઆવી હોવાનું ખૂલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાંલાવી આ લાશ કોઈ ફેંકી ગયું હોવાનું સપાટી પર આવ્યું હતુ. જોકે આરોપીએ હત્યા બાદમાતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેંકી દીધી હતી. બંને કેસની તપાસક્રાઇમ બ્રાન્ચને સોંપાતાં પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બંનેમાતા-પુત્રી હોવાનું ખૂલ્યું હતું. કારના આધારે પોલીસે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરઅને હરિઓમ હીરાલા ગુર્જરની ધરપકડ કરી હતી. કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટેકરાયેલી અરજી મંજૂર રહેતાં 4 માર્ચના રોજ કોર્ટમાં બન્ને આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યાહતા.

Next Story