Connect Gujarat
સુરત 

સુરત: રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ કૂવાદ ગામે પહોંચતા થયો ભારે વિરોધ

રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ સુરતના ઓલપાડના કૂવાદ ગામ ખાતે પહોંચતા તેઓનો ભારે વિરોધ થયો હતો.

X

રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ સુરતના ઓલપાડના કૂવાદ ગામ ખાતે પહોંચતા તેઓનો ભારે વિરોધ થયો હતો. જેના પગલે વાતાવરણ ગરમાયું હતું

જન આશીર્વાદ યાત્રા લઈને રાજ્યકક્ષાના કૃષિ અને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ પોતાના મતવિસ્તાર ઓલપાડમાં નીકળ્યા હતા. ઓલપાડ તાલુકાના કુવાદ ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા પહોંચતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ નોંધાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે સિધ્ધનાથ ટેમ્પલ બોર્ડ દ્વારા મંદિર પરિસરમાં ધાર્મિક અને કર્મકાંડની વિધિઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઇને મુકેશ પટેલને વારંવાર રજૂઆત કરવા છતાં તેમણે અમારું કામ કર્યું નથી. જન આશીર્વાદ યાત્રાના વાહનોના કાફલા સામે કોંગ્રેસના તેમજ સ્થાનિક લોકોના ટોળા દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. થોડા સમય માટે સ્થિતિ ખૂબ જ વળસી ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ શરૂ થાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઇ હતી. પોલીસના કાફલા દ્વારા એકત્રિત થયેલા ટોળાને વિખેરવાનો પ્રયાસ થયો હતો. મુકેશ પટેલની વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ અંગે કૃષિ અને ઉર્જા પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું કે સિધ્ધનાથ ટેમ્પલ હાલ કોર્ટના હસ્તક છે. મંદિર અંગેના તમામ નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે તેમાં કોઈપણ પ્રકારનો કોઈ વ્યક્તિ હસ્તક્ષેપ પણ ન કરી શકે. સ્વાભાવિક છે કે જ્યારે કોર્ટે તમામ નિર્ણયો લેવાના હોય તેમાં કોઈપણ વ્યક્તિ તેમાં દખલ કરી શકતું નથી. ઓલપાડ તાલુકામાં અમારી જન આશીર્વાદ યાત્રાને ભરપૂર સમર્થન મળતાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ દ્વારા ખોટા મુદ્દાઓ ઉપાડીને કેટલાક સ્થાનિક લોકોને ઉશ્કેરીને મારો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં પણ તેઓ નિષ્ફળ થયા છે. ખોટા મુદ્દાઓ ઉપજાવીને કોંગ્રેસીઓ માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Next Story
Share it