Connect Gujarat
સુરત 

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપના સભ્ય સહિત 9 ખેલીઓ જુગાર રમતાં ઝડપાયાં

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપના સભ્ય સહિત 9 ખેલીઓ જુગાર રમતાં ઝડપાયાં
X

સુરતમાં અમરોલી પોલીસે મોટા વરાછા વૃદાવન સોસાયટીમાં આવેલી ઓફિસમાં જુગાર રમતા ભાજપના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સહીત ૯ લોકોને 67 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યાં છે.

અમરોલી પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછા સ્થિત વૃંદાવન સોસાયટીમાં આવેલી ઓફિસમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ભાજપના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ કાળુ ભીકડીયા, નયન ધાનાણી, દિનેશ ઉર્ફે બાલો , ધનશ્યામ વણઝારા, મૌલિક કાત્રોડીયા, અજય વાસાણી, મનસુખ રાછડીયા, ચેતન ઠકકર, અને કિશન મારવણીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઓફીસમાંથી અંગઝડતીના તેમજ દાવપરના રોકડા રૂપિયા મળી કુલ ૬૭ હજારની મત્તા કબજે કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણી પહેલા રાકેશ ભીકડીયા વિવાદમાં આવ્યા હતા. તેઓ દારૂની મેહેફિલમાં બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જેને લઈને વિપક્ષ આપ પાર્ટી દ્વારા પણ ભારે વિરોધ નોંધાવાયો હતો. જો કે આપ પાર્ટીમાં જ ક્રોસ વોટીંગ થતા રાકેશ ભીકડીયા વિજયી થયા હતા. પરંતુ હવે તેઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાતા સુરતમાં રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. અમરોલી પોલીસે રાતે તોએની ધરપકડ કરી ત્યારે એફઆરઆઈ ન કરવા પણ ભારે ધમપછાડા થયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Next Story
Share it