Connect Gujarat
સુરત 

સુરતની વિદ્યાર્થિનીએ મહારાષ્ટ્રના નંદુરબારની નાઈક વિદ્યાલયમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

પાવર પોઈન્ટ પ્રદર્શન માટે 36 અને પોસ્ટર પ્રદર્શન માટે 37 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સુરતની વિદ્યાર્થિનીએ મહારાષ્ટ્રના નંદુરબારની નાઈક વિદ્યાલયમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો
X

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં શાહદા ખાતે આવેલ વસંતરાવ નાઈક કલા, વાણિજય અને વિજ્ઞાન મહાવિદ્યાલયમાં આવેલ પદાર્થ વિજ્ઞાન વિભાગ તરફથી વિવિઘ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદાર્થ વિજ્ઞાન વિભાગ તરફથી પ્રશ્ન, સેમીનાર સાદરી કરણ, નિબંધ સ્પર્ધા, પાવરપોઇન્ટ પ્રદર્શન, સ્લોગન સ્પર્ધા તેમજ પોસ્ટર પ્રદર્શન અને સાદરિકરણ સહિતની વિવિઘ સ્પર્ધા યોજાય હતી. જેમાં નિબંધ આ શાશ્વત ભવિષ્ય માટે વિજ્ઞાન અને તંત્ર જ્ઞાનનું એકાતમિક દૃષ્ટિકોણ આ વિષય ઉપર લેવામાં આવ્યું હતું.


જોકે, પાવર પોઈન્ટ પ્રદર્શન માટે 36 અને પોસ્ટર પ્રદર્શન માટે 37 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પાવર પોઈન્ટ પ્રદર્શન સાદરીકરનમાં પ્રથમ વર્ષમાંથી સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકા ખાતે અભ્યાસ કરતા અશ્વિની શાંતિલાલ સામુદ્રે-પ્રથમ, ધીરજ લોટણ સિંગ ગીરસે અને પિંજારી ફિર્દોસ અનુક્રમે દ્વિતીય અને તૃતીય આવ્યા હતા. સાથે જ દ્વિતીય વર્ષમાંથી કુણાલ પ્રવીણ દેસલે-પ્રથમ, હર્ષદા અમૃત જગદાળે અને સુવર્ણા ધનરાજ પાટીલને અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો હતો. પોસ્ટર પ્રદર્શન સાદરીકરણનું 'ઇનોવેટિવ એડિયજ એન્ડ લેટેસ્ટ ટ્રેન્ડ ઈન ફિઝિક્સ' આ વિષય આપવામાં આવ્યો હતો.

પોસ્ટર પ્રદર્શન સાદરીકરનમાં પ્રથમ વર્ષમાંથી હર્ષલ નરેશ રાઠોડ-પ્રથમ, અશ્વિની શાંતિલાલ સામુદ્રે-દ્વિતીય અને શ્રુતિ દીપક સોનવણે-ત્રિતિય અને દ્વિતીય વર્ષ વર્ગમાંથી ગૌરવ રવિન્દ્ર મરાઠે-પ્રથમ, મયુર જીતેન્દ્ર મોરે-દ્વિતીય અને નયના ધનરાજ માલી-ત્રીતિય આવ્યા હતા. પાવર પોઈન્ટ અને પોસ્ટર પ્રદર્શન સાદરી કરણના પરીક્ષક તરીકે ડો. પી.પી.જગતાપ, પી.એસ.જી.વ્હી.પી.કલા, વાણિજ્ય અને વિજ્ઞાન મહાવિદ્યાલય શાહાદા, યશસ્વી વિદ્યાર્થીઓનું પદાર્થ વિજ્ઞાન વિભાગ પ્રમુખ ડૉ.બી.વાય.બાગુલ અને મહાવિદ્યાલય તરફથી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાપીઠ સ્તર ઉપર રાખેલ આવિષ્કાર ૨૦૨૧-૨૦૨૨માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓના સંસ્થાના પ્રમુખ પ્રા. સંજય જાધવ, વર્ષા જાધવ, સંજય રાજપૂત, મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. એ.એન.પાટીલે પણ પ્રસંશા કરી હતી.

Next Story