Connect Gujarat
સુરત 

સુરત : કાપડમંત્રીએ કાપડનો અનોખો ગુલદસ્તો જાહેર કર્યો, ગુલદસ્તાને પ્રાધાન્ય આપવા અપીલ

કાપડ ઉદ્યોગમાં નાના કામદારોને રોજીરોટી અને લોકોને એક નવો કાપડનો વેલ્યુએડેડ ગુલદસ્તો મળે તે માટે અનોખો ગુલદસ્તો જાહેર કર્યો

સુરત : કાપડમંત્રીએ કાપડનો અનોખો ગુલદસ્તો જાહેર કર્યો, ગુલદસ્તાને પ્રાધાન્ય આપવા અપીલ
X

કાપડ મંત્રી દર્શના જરદોશે ફૂલોનો નહીં પરંતુ કાપડના ગુલદસ્તાથી સન્માનિત અને ભેટ આપવાની મુહિમ ઉપાડી છે. કાપડ ઉદ્યોગમાં નાના કામદારોને રોજીરોટી અને લોકોને એક નવો કાપડનો વેલ્યુએડેડ ગુલદસ્તો મળે તે માટે અનોખો ગુલદસ્તો જાહેર કર્યો છે, ત્યારે આ જ પ્રકારના ગુલદસ્તાને પ્રાધાન્ય આપવા અપીલ કરી છે.

આપણે ત્યાં કોઇપણ મહેમાનોનું સ્વાગત ફૂલોના ગુલદસ્તાથી કરવામાં આવે છે. પરંતુ સુરતની દીકરી અને કાપડ મંત્રી એવી દર્શના જરદોશે એક એવો ગુલદસ્તો સામે મુક્યો છે. જે જોઈ આપ પણ ચોંકી જશો. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત મંત્રા સંસ્થામાં મહેમાનોને જ્યારે સ્વાગતવામાં આવી રહ્યા હતા, ત્યારે કાપડની ડિઝાઇનવાળો ગુલદસ્તો જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. મંત્રાના ચેરમેન રજનીકાંત બચકાનીવાલાને કાપડના ગુલદસ્તાથી સન્માનીત કર્યા

સુરત : કાપડમંત્રીએ કાપડનો અનોખો ગુલદસ્તો જાહેર કર્યો, ગુલદસ્તાને પ્રાધાન્ય આપવા અપીલદરેક નવા વર્ષે, શુભ પ્રસંગે, દિવાળી સહિતના અનેક તહેવારોમાં આ પ્રકારના ગુલદસ્તા ભેટ કરી સન્માનિત કરવા અપીલ કરી છે. આમ કરવાથી નાના કાપડ કામદારોને નવી રોજગારી મળશે અને કાપડ ઉદ્યોગને વેગ પણ મળશે. કાપડ મંત્રી દર્શના જરદોશનો કાપડના ગુલદસ્તાનો મંત્રા ચેરમેન રજનીકાંત બચકાનીવાલાએ સહર્ષ સ્વીકાર કરી તેને અમલમાં મુકવાની પ્રતિજ્ઞા લીધી છે.

Next Story