Connect Gujarat
સુરત 

સુરત : પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને ફેમિલી કોર્ટે 390 દિવસની સજા ફટકારી...

સુરતમાં પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને ફેમિલી કોર્ટે 390 દિવસની સજા ફટકારી છે.

સુરત : પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને ફેમિલી કોર્ટે 390 દિવસની સજા ફટકારી...
X

સુરતમાં પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને ફેમિલી કોર્ટે 390 દિવસની સજા ફટકારી છે. પતિ જેલમાં જતા બાકી રિકવરી વસૂલવા પત્નીએ રેવન્યુ રાહે કાર્યવાહી કરવાની રહેશે.

આ કેસની વિગત એવી છે કે, કતારગામ રેલ રાહત કોલોની ખાતે રહેતી મહિલાના લગ્ન તા. 05/12/2008ના રોજ વેડ રોડ સ્થિત વિજય નગર સોસાયટીમાં રહેતા વ્યક્તિ સાથે થયા હતા. જેમાં તેમને હાલ 8 વર્ષનો એક પુત્ર છે. જે પુત્ર મેન્ટલ ચેલેન્જ હોવાની જાણ થતાં પતિ-પત્નિ વચ્ચે ઝગડાઓ શરૂ થયાં હતાં, તથા સાસુ અને નણંદ પણ નાની-નાની વાતે મહિલા સાથે ઝગડો કરતા હતા. જેનાથી કંટાળી તેમણે પિયરનો આશરો લીધો હતો, અને પુત્ર તથા પોતાના માટે ભરણપોષણ મેળવવા એડવોકેટ અશ્વિન જે. જોગડિયા મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરી હતી.

જે અરજીમાં બાળકના રૂ. 2000 અને પત્નીના રૂ. 3500 મળી કુલ રૂ. 5500 દર મહિને ચૂકવવા કોર્ટે પતિને આદેશ કર્યો હતો. આ દરમ્યાન પતિ સમયસર ભરણપોષણ ન ચૂકવતાં 39 માસની ખોરાકીની રકમ રૂ. 2,17,000 (અંકે રૂપિયા બે લાખ સત્તર હજાર) ચડી ગઈ હતી. જેમાં બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ ફેમિલી કોર્ટે એક માસના 10 દિવસ લેખે પતિને 390 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જો પતિ રિકવરીની રકમ ભરી દે, તો પણ જેલમુક્ત કરવાનો કોર્ટે હુકમમાં નિર્દેશ કર્યો હતો, અને જો ન ભરે તો રિકવરીની રકમ રેવન્યુ રાહે પત્ની વસૂલી શકશે.

Next Story